વડોદરામાં કાર લોનનો EMI લેવા ગયેલા બેંકના બે કલેક્શન એક્ઝિક્યુટિવ પર હુમલો - Vadodara Sayaji Hospital
વડોદરા : શહેરની મેમણ કોલોનીમાં કાર લોનનો EMI લેવા માટે ગયેલા બેંકના બે કલેક્શન એક્ઝિક્યુટિવ ઉપર કર્જદાર અને તેના સાગરીતોએ ગુપ્તીથી હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસને થતાં તુરંત જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.