ડાકોર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પર જીવલેણ હુમલો - Dakor municipality
ખેડાઃ ડાકોર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપર જીવલેણ હુમલો કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. સવારે નગરપાલિકામાં ફરજ પર જઈ રહ્યા હતા, તે દરમિયાન થયેલા હુમલામાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જે બાદમાં નડિયાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જે ઘટના મામલે ડાકોર પોલિસ દ્વારા સેનેટરી ઈન્સ્પેક્ટર કમલેશભાઈ સેવકનું નિવેદન લેવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.