છોટાઉદેપુરમાં રેતી માફિયા દ્વારા ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો - રોયલ્ટી પાસ
છોટા ઉદેપુરઃ ખાણ-ખનીજ વિભાગના 5 સભ્યોની ટીમ છોટા ઉદેપુરમાં ફતેપુરા નિખિલ હોટેલ પાસે ચેકીંગ કરતા હતા. ત્યારે એક વાહન ચાલક પાસે રોયલ્ટી પાસ ન હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા સમયે 15 ઈસમોએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં માઇનસ સુપર વાઈઝર અને અન્ય એક ઈસમને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક છોટા ઉદેપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખાણ-ખનીજ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.