Attack on Eshra Patel: મોડેલ અભિનેત્રીએ કહ્યુ, પ્રતિસ્પર્ધીઓ કદાચ હાર ભાડી ગયા હોય, મારા ઉપર હુમલો કર્યો - એશ્રા પટેલ ઉપર હુંમલો
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયત (Gujarat gram panchayat 2021) માં ચાર જેટલાં મહીલા ઉમેદવારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કાવિઠા ગામની મોડેલ અભિનેત્રી (Model actress contestant) એશ્રા પટેલે પણ ઉમેદવારી નોંધાવી હતી. કાવિઠા ગ્રામ પંચાયતમાં દિવસ દરમિયાન શાંતિ પૂર્ણ રીતે મતદાન થયાં બાદ, સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થવા પહેલા જ એશ્રા પટેલનાં પ્રતિસ્પર્ધી ઉમેદવાર જ્યોતિકા બેન સોલંકીનાં સમર્થકોએ એશ્રા પટેલને ગમે તેવી ગાળો બોલી ઝપાઝપી (Attack on Eshra Patel) થઈ હતી, બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સંખેડા ખાતેથી પોલીસની ત્રણ જેટલી જીપ કાવિઠા મતદાન મથક ખાતે આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો. આ અંગે સરપંચ પદનાં ઉમેદવાર એશ્રા પટેલે જણાવ્યુ હતું કે, મતદાન પૂર્ણ થવાના સમયે થોડા મતદારો લાઈનમાં હતાં. તે સમયે પ્રતિસ્પર્ધી ઉમેદવારના સમર્થકો ખુબ જ ગંદી ગાળો બોલી ઝપાઝપી કરી હતી, પ્રતિસ્પર્ધીઓ કદાચ હાર ભાડી ગયા હોય જેથી મારા ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.