જેતપુર: દારૂના નશામાં યુવતી પર હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ - જેતપુર પોલીસ
રાજકોટ: જેતપુર બસ સ્ટેન્ડ સામે આવેલી ગોરખ મોબાઈલ નામની દુકાનમાં દારૂ પીધેલા શખ્સ દ્વારા યુવતી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. જેથી CCTVના આધારે પોલીસે દારૂ પીધેલા શખ્સ શખ્સ હિતેશ સાકરીયાની પ્રોહિબિશનની કમલ 66(1)B 85(1) હેઠળ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.