અરવલ્લીમાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીએ બાઈકનો હપ્તો માંગતા હુમલો - latets crime news
અરવલ્લીઃ મેઘરજના ક્રિષ્ના પુર ગામમાં રહેતા કનુભાઈ મગનભાઈ વીજપડાએ ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈ બાઇક ખરીદી હતી. જે ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી દિનેશભાઈ અરજણભાઈ બારીયા અને અશોકભાઈ હપ્તો લેવા માટે વિજપાડાના ઘરે જતા રવિ વિજપડા નામના ઇસમે કર્મચારી પર લાકડી વડે હુમલો કર્યો હતો તેથી તેના શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી અને હાથ ફ્રેક્ચર થયો હતો.