સાબરકાંઠાના પ્રાંતિજમાં 35 લોકો સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ - સાબરકાંઠા આજના સમાચાર
સાબરકાંઠાઃ પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે ચાર દિવસ પહેલા જાનૈયાઓ દ્વારા ડીજે વગાડવાના મુદ્દે સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો. જેના પગલે ગ્રામજનો તેમજ આવેલા જાનૈયાઓને વિરોધાભાસ થવાને પગલે ચાર દિવસ બાદ દીકરીના પિતાએ એક સાથે 35 લોકો પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.