ચોમાસાની શરૂઆતમાં જ મહુવાની ભાદરોડી નદીમાં ઘોડાપૂર - બગદાણા
ભાવનગરઃ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં મહુવા, બગદાણા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. જેને લઈ મહુવાની ભાદરોડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેમાં પુલ પરથી પાણી જતું હતું, તે દરમિયાન એક બાઇક સવાર પુલ પસાર કરવા જતાં બાઇક પાણીમાં તણાઈ ગયું હતું. સદનસીબે બાઇક સવારને અન્ય લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.