હાલમાં પરિવારમાં જનરેશન ગેપ કરતાં કોમ્યુનિકેશન ગેપ વધી રહી છે : સંજય રાવલ
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ આણંદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ETV Bharat સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલને જીવનમાં ઉતારવા જોઈએ સાથે દેશ માટે તેમને કરેલા કાર્યોને અભ્યાસક્રમમાં ઉમેરીને વિદ્યાર્થીઓને સરદારનાં બહુમૂલ્ય યોગદાન અંગે અભ્યાસ કરાવવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, પરિવાર સાથે વધુ સમય વિતાવી તેમને જીવનમાં સફળતાનાં શિખરો સર કરવામાં સાથે રહેવું જોઈએ. સાથે કહ્યું કે, અત્યારે પરિવારમાં જનરેશન ગેપ કરતાં કોમ્યુનિકેશન ગેપ વધી ગઈ છે.