પર્યાવરણની જાગૃતિ ના ભાગરૂપે વિધાર્થીઓએ જાહેર માર્ગ પર નાટક રજુ કર્યું - પર્યાવરણની જાગૃતિ
પાટણઃ પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે પયૉનીયર શાળાના વિધાર્થીઓએ જાહેર માર્ગો પર રેલી અને નાટક રજુ કરી સંદેશો આપ્યો હતો. સરકારના વૃક્ષ બચાઓ અભિયાન અને જળ બચાવો અભિયાનને વેગ આપવા શહેરની પયોનિયર અંગ્રેજી માધ્યમ ની પ્રાથમિક શાળાના બાળકોએ લોકોમાં જનજાગૃતિ આવે તે માટે રેલી યોજી હતી. આ ઉપરાંત પર્યાવરણ અને જળ પ્રત્યેક જીવ અને સૃષ્ટિ માટે આવશ્યક હોઈ દરેક વ્યક્તિએ આગળ આવવું પડશે તેવો ભાવ ઉભો કરવા શાળાના બાળકોએ શહેરના બગવાડા ચોક ખાતે સુંદર નાટક ભજવ્યું હતું.