રાજકોટ: જેતપુરના થાનાગાલોળ ગામમાં 7 જેટલા સિંહના ધામા, જૂઓ CCTV - રાજકોટના તાજા સમાચાર
રાજકોટ: જેતપુર તાલુકાના થાનાગાલોળ ગામે 7 સિંહે ધામા નાખ્યાં છે. આ સિંહે 2 બળદનો શિકાર કર્યો છે. આ ઉપરાંત 5થી 6 જેટલા સિંહોને ગ્રામજનો અને બીટ ગાર્ડે જોયા પણ છે. આ અંગે ETV ભારતે RFO પી.આર.મોરડીયાનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 7 સિંહનું ગૃપ આ વિસ્તારમાં ફરે છે અને આ સિંહોએ 2 બળદનો શિકાર કર્યો છે. આ સાથે જ ફોરેસ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને સિંહના લોકેશનમાટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.