હલ્દાનીનો લાઈફ લાઈન તરીકે ઓળખાતો ગૌલાપુલ તૂટી જતા, લોકો બન્યા સંપર્ક વિહોણા... - પુલ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત
હલ્દાનીના ગૌલાનદી પર બનેલો કરોડોનો પુલ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. અત્યારે ગૌલાપર જતા વાહનોને કાઠગોડમ અથવા કીચા થઈને જવું પડશે. પોલીસ વહીવટીતંત્રે રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે, પુલનો એક ભાગ નદીમાં વહી ગયો છે, ભારે વરસાદના કારણે બાકીના બ્રિજ પણ તૂટવાની શક્યતા સેવાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, ગૌલાપરના ઘણા ગ્રામીણ વિસ્તારો, કાઠગોડમ બાયપાસ સિવાય અને ચોરગલીયા સહિત નૈનીતાલ સિતારગંજને જોડતો એકમાત્ર પૂલ હતો એ પણ બંધ થઇ ગયો છે જેના કારણે સંપર્કો બંધ થઇ ગયા છે.