અરવલ્લીમાં નેત્રમ વાહન ચાલકો પર બાજ નજર રાખશે - 135 cameras at a total of 15 junctions in Aravalli district
અરવલ્લીઃ જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઓનલાઇન ઇ-મેમો આપવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં કુલ 15 જંક્શન પર 135 કેમેરા લગાવવામાં આવ્યા છે. નંબર 135 કેમેરામાંથી 61 કેમેરા ફિક્સ છે. જ્યારે 22 કેમેરા 360 તેમજ 180 ડિગ્રી ફરી શકે તેવા પી.ટી.જેડ કેમેરા લગાવવામાં આવ્યા છે. 52 જેટલાં કેમેરા ઓટોમેટીક નંબર પ્લેટ રેકગનાઇઝ કરી શકે તેવા હાઈ રિઝોલ્યુશન એચ.ડી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ અટકાવવા પોલીસને મદદરૂપ બનશે. આ કંટ્રોલરૂમમાં 45 જેટલા માણસો 3 સીફટમાં કામ કરશે. વાહનચાલકોને મળેલ ઇ-મેમો મોડાસા, બાયડ, ભિલોડા તેમજ કંટ્રોલ રૂમ ખાતે ભરી શકશે.
TAGGED:
અરવલ્લી ન્યૂઝ