મોરબીમાં યોજાતા અર્વાચીન ગરબા મહોત્સવ આ વર્ષે મોકુફ રહેશે - અર્વાચીન મહોત્સવ
મોરબીઃ કોરોનાની મહામારીને કારણે તમામ ધાર્મિક ઉત્સવો અને જાહેર મેળાવડાઓ રદ કરવામાં આવ્યા છે. ત્યારે આગામી નવરાત્રી મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. મોરબીમાં મોટા ત્રણ નવરાત્રી મહોત્સવ જાહેર હિતની સલામતી માટે મોકૂક રાખવામાં આવ્યા છે. અર્વાચીનના સુગમ સમન્વય સાથે છેલ્લા ઘણા સમયથી અર્વાચીન મહોત્સવનું આયોજન મોરબીમાં કરવામાં આવે છે. જેમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ, ઉમિયા નવરાત્રી મહોત્સવ અને સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હાલમાં સરકાર દ્વારા નવરાત્રી મહોત્સવને મંજૂરી આપવા માટે વિચારણા ચાલી રહી છે. જેથી મોરબીમાં યોજાતા મોટા નવરાત્રી મહોત્સવ પાટીદાર નવરાત્રી મહોત્સવ, ઉમિયા નવરાત્રી મહોત્સવ અને સંકલ્પ નવરાત્રી મહોત્સવના સંચાલકો દ્વારા જણાવ્યું હતુકે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે, છતાં પણ જાહેરહિતની સલામતીને ધ્યાને લઈને આ વર્ષે નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે.