બાલાસિનોરમાંથી દારૂના જથ્થા સાથે બે ઈસમોની પોલીસે કરી ધરપકડ - Balasinor police
મહીસાગર: જિલ્લાના બાલાસિનોર ફગવા જકાત નાકા પાસેથી દારૂના જથ્થા સાથે બે ઇસમને બાલાસિનોર પોલીસે ઝડપી લીધા હતા. જેમાં બાલાસિનોર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે ઈસમો પોતાની ગાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો લઈને ફગવા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પોલીસે બાતમીના આધારે ગાડીમાં ચેકીંગ હાથ ધરતા 180 મિલીના ક્વાર્ટરિયા 902 નંગ જેની કિંમત 56,600/- તેમજ ટાટા એસીઈ ગાડી કિંમત 1,20,000/ અને 1 મોબાઈલ 4500/- મળી કુલ 1,80,500/- ના મુદ્દામાલ સાથે બંને ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.