ધ્રાંગધ્રામાં આર્મી દિવસની ઉજવણી કરાઇ - ધ્રાંગધ્રામાં આર્મી દિવસની ઉજવણી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રાના આર્મી કેમ્પમાં આર્મી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દેશ માટે શહીદ થયેલા જવાનોને આર્મીના અધિકારીઓ દ્વારા સલામી અને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં યોજાયેલા આ કાર્યક્રમમાં, આર્મી કેમ્પના બ્રિગેડિયર, કર્નલ, કેપ્ટન, મેજર, તેમજ આર્મીના જવાનો અને માજી સૈનિકો હાજર રહ્યા હતા.