કેશોદમાં 3 ગાયના મોતથી અરેરાટી, ઝેરી ખવડાવી હોવાની આશંકા - Junagadh News
જૂનાગઢઃ કેશોદના શ્રદ્ધા સોસાયટી વિસ્તારમાં ત્રણથી વધુ ગાયના શંકાસ્પદ મોતથી લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે. કોઈએ ગાયને ઝેરી કેફી ખવડાવ્યું હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચાઓ થઈ રહી હતી. સ્થાનિક લોકો દ્વારા ગૌશાળાનો સંપર્ક કરતા ગોવાળ દોઢ કલાક બાદ આવતા બે ગાયના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકો ગાયના મોતથી ગૌશાળાઓ સામે લાલ આંખ કરી હતી.