અરવલ્લી : દધાલીયામાં 3 દીપડા જોવા મળતા લોકોમાં ફફડાટ - અરવલ્લી વન વિભાગ
અરવલ્લી : જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામના ખેતરમાં અને નજીક આવેલા જંગલમાં દીપડાઓ છેલ્લા કેટલાય દિવસથી લટાર મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ દ્રશ્ય રોડ પરથી પસાર થતા કાર ચાલક કેદ કર્યુ હતુ. કાર ચાલકને રોડ નજીક જંગલમાં એક સાથે ત્રણ દીપડા જોવા મળ્યા હતા. દિપડો જંગલમાં ફરતા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. દધાલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દેતા જાગૃત ખેડૂતોએ વન વિભાગ તંત્રને જાણ કરવા છતાં પાંજરે પૂરાવા કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.