પાટણ માર્કેટયાર્ડમાં નવા વહીવટદારની નિમણુંક - Patan Agricultural Market Committee
પાટણ: ખેતીવાડી બજાર સમિતીમાં 10 વર્ષના વહીવટદારના શાસન બાદ 2 વર્ષ પહેલા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે દશરથભાઈ પટેલના વડપણ હેઠળ બોડીની રચના થઈ હતી. ચેરમેન અને સભ્યો એ સત્તા સાંભળ્યા બાદ કેટલાંક મુદ્દાઓને લઇ ખેતીવાડી બજારમાં રાજકીય રંગ જામ્યો હતો. માર્કેટ યાર્ડમા કેન્ટીનના બાંધકામ, તાડપત્રીના વિતરણ, વેપારીઓના લાયસન્સ, સહીતના આઠ જેટલા મુદ્દાઓને લઈ બે વેપારીઓએ સરકારમાં અરજી કરી હતી. જે અનુસંધાને સરકારના રજીસ્ટ્રાર ઓડિટ ગાંધીનગર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમા વહીવટી અનિયમિતતાઓ જણાતા સરકાર દ્રારા આ મામલે સુનાવણી રાખી હતી. તેમજ પાટણ માર્કેટ સમિતીને જવાબો આપવા સુચન કરાયું હતું. બજાર સમિતી સુનાવણીમાં સંતોષકારક જવાબો રજુ ન કરી શકતા ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ 1963ની કલમ 46(1) હેઠળ ખેતીવાડી બજાર સમિતીના ચેરમેન અને સભ્યોને પદ ભ્રષ્ટ કરી વહીવટદારની નિમણુંક કરતા જીલ્લાના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો હતો. માર્કેટ યાર્ડમાં વહીવટદારે વિધિવત રીતે ચાર્જ સાંભળતા માર્કેટના વેપારીઓ અને વિવિધ સહકારી મંડળીઓના આગેવાનોએ વહીવટદારને આવકાર્યા હતાં. ત્યારે આગામી દિવસોમાં કાયદાકીય જંગ અને રંગ જામે તો નવાઈ નહી.
Last Updated : Nov 23, 2019, 12:06 AM IST