નગરપાલિકાના સુએજ પ્લાનને અટકાવવા લુણાવાડા કલેક્ટરને અપાયું આવેદન - Santarampur Municipality of Mahisagar District
મહીસાગરઃ જિલ્લાના સંતરામપુર નગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરાયું છે. જેને લઈને ગ્રામજનો દ્વારા લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે સુએજ પ્લાનની કામગીરી અટકાવવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી લુણાવાડા અધિક નિવાસી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. ગ્રામજનોનું કહેવું છે કે, આ પ્લાન્ટથી લોકોના આરોગ્યને નુકસાન થાય તેમ છે.