ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબી તાલુકા સરપંચ એસોસિએશને પાક વીમા મુદ્દે કલેકટરને આપ્યું આવેદન - મોરબી ખેડૂતોનો પાકવીમો

By

Published : Nov 28, 2019, 9:06 PM IST

મોરબી: જિલ્લામાં ગત વર્ષ દરમિયાન અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોળી બની છે. આ વર્ષે વધારે પ્રમાણમાં વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના મહત્વના મગફળી અને કપાસ જેવા પાક નિષ્ફળ ગયા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે રાહત માગી રહ્યાં છે. સરકાર દ્વારા રાહત પેકેજ તો જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખેડૂતોને થોડી પણ રાહત આપવમાં આવી નથી. જેથી મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના નેજા હેઠળ મોરબી તાલુકાના સરપંચો તાલુકા પંચાયત કચેરીએ વીમા કંપનીઓની આડોળાઈનો વિરોધ કરવા એકઠા થયા હતા. અને વીમા કંપનીની આડોળાઈનો વિરોધ કર્યો હતો. તેમજ કલેકટરને આવેદનપત્ર આપી તાલુકાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને 100 ટકા પાક વીમો ચુકવવાની માંગ કરી હતી. અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details