રાજકોટની ન્યુબર્ગ ખાનગી લેબોરેટરી સામે કાર્યવાહી કરવા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર - Junagadh Government Medical College
જૂનાગઢ: રાજકોટમાં આવેલી ન્યુબર્ગ ખાનગી લેબોરેટરી સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી જૂનાગઢના એક વ્યક્તિએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને લેબોરેટરી સંચાલકો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી છે. થોડા દિવસ અગાઉ કેન્સરગ્રસ્ત જૂનાગઢના આધેડે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં covid-19 રિપોર્ટ કરાવ્યો હતો. જ્યાં તેમને સંક્રમિત જાહેર કરવામાં આવ્યા હતા. જેના પર આધેડને શંકા જતા તેમણે જૂનાગઢ આવીને સરકારી મેડિકલ કોલેજમાં તેમના કોરોના સંક્રમણનો ટેસ્ટ કરાવતા તે કોરોના નેગેટિવ જાહેર થયા હતા, ત્યારે રાજકોટની ન્યુબર્ગ ખાનગી લેબોરેટરી લોલમલોલ ચલાવે છે. તેના વિરોધમાં જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને લેબોરેટરી સંચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.