વડોદરામાં આઉટસોર્સિંગમાં થતાં ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું
વડોદરા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગો તથા ખાતાઓમાં અંદાજિત સાતથી આઠ લાખ કર્મચારીઓને જુદી-જુદી એજન્સીઓ મારફતે આઉટસોર્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે વડોદરાના વિવિધ સંકલિત સંગઠનના નેજા હેઠળ અગ્રણી ઠાકોર સોલંકી સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે થતાં શોષણ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા માગ કરાઈ હતી.