જામનગરઃ 70 સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવાતા કલેક્ટરને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત - Collector for dismissal
જામનગરઃ જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના આગેવાનો અને સફાઈ કામદારો પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીના પટાંગણમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે, જે રીતે દરેડ GIDC વિસ્તારના રોજમદાર સફાઇ કામદારોને કોન્ટ્રાક્ટ દ્વારા અચાનક જ કોઈપણ કારણો વગર છૂટા કરી દેવામાં આવ્યા હતા. તેમના હક્ક હિસ્સા પણ આપવામાં આવ્યા નથી. જેથી આ મામલે સમગ્ર જામનગરના સફાઈ કામદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાત્કાલિક સફાઇ કામદારોને ફરીથી પરત લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ ખાનગી કોન્ટ્રાકટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ નોંધવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે.