ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં NEET તથા JEE ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા અંગે ABVPનું આવેદન પત્ર

By

Published : Sep 1, 2020, 7:51 AM IST

વડોદરા : જિલ્લામાં NEET તથા JEE ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરિવહન, નિવાસ તથા સ્વાથ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવા બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.વિશ્વનું સૌથી મોટુ વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી તથા શિક્ષણના પ્રશ્નના નિરાકરણ માટે હમેશા સક્રિય રહે છે. હાલમાં નજીકના સમયમાં જ લેવાનારી NEET તથા JEE ની પરીક્ષામાં સમગ્ર રાજ્યભરમાંથી 80,000 જેટલા વિદ્યાર્થીઓ 214 કેન્દ્રો પર પરીક્ષા આપવાના છે.ત્યારે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી અગવડતાઓ પડે તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો સુધી યાતાયાતની સગવડતા, આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓને નિવાસની વ્યવસ્થા તથા દરેક પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય રહે તથા સેનેટાઈઝર , માસ્કથી લઈ પુરતી સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે અને વિદ્યાર્થીના સ્વાથ્ય સંબંધિત કાળજી રાખવામાં આવે જેથી તેઓ ચિંતા મુક્ત થઈ પરીક્ષા આપી શકે તેવી માગ કરવામાં આવી છે. આ તમામ માગ સાથે ABVP દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details