અમદાવાદમાં પંચાલ યુવા સંગઠન દ્વારા કલેકટરને આપવામાં આવ્યું આવેદનપત્ર - Ahmedabad corporation
અમદાવાદઃ શહેર અને રાજ્ય કક્ષાએ કાર્ય કરતા પંચાલ યુવા સંગઠન દ્વારા ફેબ્રુઆરી માસમાં આવતી ભગવાન વિશ્વકર્માની જયંતિ નિમિતે જાહેર રજા આપતી માંગ સાથેનું કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપતા સમયે પંચાલ યુવા સંગઠનના પ્રમુખ વિશાલ પંચાલ, જાણીતા લોકગાયિકા ગ્રીષ્મા પંચાલ સહિત આગેવાનો અને કાર્યકરોએ કોરોનાના નિયમોના કારણે ખૂબ ઓછી સંખ્યામાં અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.