ગુજરાત

gujarat

ETV Bharat / videos

માંગરોળ વીસીઇના પ્રશ્નનોને લઇ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા અપાયું આવેદનપત્ર - Mangrol Mamlatdar

By

Published : Sep 30, 2020, 10:04 AM IST

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને વીસીઇ મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. જેમાં વીસીઈ છેલ્લા 14 વર્ષથી વગર પગારે નજીવા કમિશનથી સેવા આપે છે અને અન્ય કોઈપણ લાભ મળતો નથી તેમજ અગાવ પી એમ કિસાન યોજના, કૃષિ સહાય, એન્ટ્રી વગેરે કામગીરી કરી હોવા છતાં 2 વર્ષથી ચુકવણું કરવામાં આવ્યું નથી. તેમજ 14 વર્ષથી કમિશન પણ વધારવામાં આવ્યું નથી. જેથી વિમા કવચ, કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવા તેમજ અગાવ પી એમ કિસાન કૃષિ સહાય, જન્મ મરણનું ચુકવણું તાત્કાલિક કરવાની માગ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો સરકારની કામગીરીનું બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details