માંગરોળના રબારી સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવાયું - Mangrol latest news
જૂનાગઢ: માંગરોળના રબારી સમાજ દ્વારા મામલતદાર કચેરી સામે ધરણા ધરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં અનૂસુચિત જનજાતિના લોકો તેમજ વિદ્યાર્થીઓ ઉપર નોકરીમાં અને જાતિના દાખલા મેળવવામાં અન્યાઇ અટકાવીને ન્યાય આપવા સરકારને રજૂઆતો કરાઇ હતી. તેમજ રબારી સમાજને અન્યાય થયાનું રબારી સમાજના પ્રમુખ દાનાભાઇ ખાંભલાએ જણાવ્યું હતું. આ ઉપરાંત રબારી, ભરવાડ, ચારણ સમાજને 1954માં ઠરાવેલ જોગવાઇ અનુસાર સમાજને ન્યાય મળે તેવી માગ કરાઇ હતી.