સુરતના મહુવામાં પોલીસે કોરોના વાઇરસનું રૂપ ધારણ કરી લોકોને બહાર ન નીકળવા અપીલ - મહુવા પોલીસ
સુરત : એકબાજુ દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીથી અંસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે. તેમ છતાં કેટલીક જગ્યાએ પબ્લિક સમજતી નથી. જે કારણે પોલીસે લાઠીચાર્જ કરવાની નોબત આવી છે. તેવામાં જિલ્લાના મહુવા પોલીસ મથકના પ્રોબેશનલ ડી.વાય.એસ.પી યુવરાજ સિંહ ગોહિલે નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં પોલીસ કર્મીઓ કોરોના વાઇરસ બનીને લોકોને સમજાવે છે કે કોરોના વાઇરસ હવે રોડ સુધી આવી પહોંચ્યો છે માટે તમે કારણ વગર ઘરની બહાર ન નીકળો.