ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબી-હળવદના ૩૦ ગામના ખેડૂતોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર - ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું

By

Published : Sep 19, 2019, 11:46 PM IST

મોરબીઃ મોરબી અને હળવદ તાલુકાના ૩૦ ગામના ખેડૂતો અને સરપંચો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી. દ્વારા હળવદ બ્રાહ્મણી-૨ ડેમથી સાદુળકા એન સી સુધી પીવાના પાણીની લાઈન નાખવાની તૈયારી કરેલી હતી. બ્રાહ્મણી-૨માં ઓછી આવકને લીધે ક્યારેક પૂરતા પ્રમાણમાં પાણી સ્ટોરેજ થતું નથી જેથી ધ્રાંગધ્રા નહેર આધારિત હળવદ અને મોરબી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી કાયમી ધોરણે સમયસર અને પૂરતા પ્રમાણમાં મળતું નથી. જેને લઇ ખેડૂતોના આ આવેદન અંગે યોગ્ય નિર્ણય કરવાની જીલ્લા કલેકટર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details