ડભોઈ APMC ની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ - APMC ની ચૂંટણી
ડભોઈ: શહેરના ડભોઈ APMC ની ચૂંટણી માટેની ફોર્મ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 30 ઓગસ્ટના રોજ ડભોઇ APMCની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે જેનું પરિણામ 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. ડભોઇ APMC ની ચૂંટણીમાં સહકાર પેનલ અને વિકાસ પેનલ એમ બે પેનલ વચ્ચે જંગ ખેલાશે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.