રાજકોટ સિવિલની વધુ ગંભીર બેદરકારી, સિવિલ HIV નેગેટિવ રિપોર્ટ ખાનગીમાં પોઝિટિવ - રાજકોટ સિવિલની વધુ એક ગંભીર બેદરકારી આવી સામે
રાજકોટઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી મનાતી રાજકોટ સિવિલ હૉસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. એક વિસ્તારમાં રહેતા એક 35 વર્ષીય યુવકને ચાર વર્ષે પહેલા સિવિલ હૉસ્પિટલમાં થયેલા રિપોર્ટમાં HIV પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ યુવક ફરી બીમાર પડતા તાજેતરમાં જ યુવકનો ફરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો HIV ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને આ રિપોર્ટના આધારે યુવકની કાનની સર્જરી પણ કરવામાં આવી હતી. આ મામલે યુવકના પરિજનોને શંકા જતા તેમના દ્વારા ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં યુવકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલ તંત્રનો ભાંડો ફૂટ્યો હતો. આ સાથે જ ઘટના અંગે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ HIV પોઝિટિવ દર્દીનો રિપોર્ટ અન્ય દર્દીને આપવામાં આવ્યો હશે.