નર્મદા જિલ્લામાં વધુ 1 કોરોનાનો કેસ પોઝિટિવ આવતાં તંત્ર એલર્ટ - નર્મદા પોલીસ
નર્મદાઃ જિલ્લો કોરોના મુક્ત બન્યા બાદ ફરી કોરોનાનો 1 કેસ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લાની સરહદો પર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવમાં આવી છે. જે અંતર્ગત રાજપીપળાથી અંકલેશ્વર અને રાજપીપળાથી વડોદરા હાઇવે પર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. નર્મદા બહારથી આવતા લોકોને જિલ્લામાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ ઉપરાંત જિલ્લામાંથી બહાર જવા માગતા લોકોમાં, જેમની પાસે પરવાનગી છે, તેવા લોકોને જ બહાર જવા દેવામાં આવે છે.