બોટાદમાં 1000 વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવવાનો એક અનેરો પ્રયાસ
બોટાદઃ જિલ્લાના તાજપર રોડ પ્રમુખ પાર્ક સોસાયટીની સામે 1000 વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી કાર્યને બિરદાવ્યું હતું. "પ્રમુખ ઉપવન" જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ જેના સર્જક જાપાનના પ્રખ્યાત વનસ્પતિ શાસ્ત્રી ડૉ. અકિરા મિયાવાકી છે. જેમણે આ પદ્ધતિથી 100 વર્ષમાં બનતું જંગલ 10 વર્ષમાં તૈયાર થાય એવી આ પદ્ધતિ બનાવી છે. જેમાંથી પ્રેરણા લઈ ટૂંકા ગાળામાં ગીચ જંગલ બનાવવાનો એક પાઇલોટ પ્રોજેકટ મિશન ગ્રીન બોટાદ તથા પ્રમુખ પાર્ક સોસાયટીના સભ્યોના સહિયારા પ્રયાસથી બોટાદ જિલ્લામાં પ્રથમ છે. મિશન ગ્રીન બોટાદે સુરત તથા બોટાદમાં વસતા બોટાદના યુવાનો દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો પ્રયત્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન ગ્રીન બોટાદ 2019થી બોટાદમાં કાર્યરત છે, ગયા વર્ષે આ ટીમના પ્રયાસથી શહેરના વિવિધ રસ્તા તથા કોમન પ્લોટમાં પિંજરા સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો તથા બોટાદ વન વિભાગના સહકારથી 7000 વૃક્ષોનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. આ મિશન ગ્રીન બોટાદ અંતર્ગત તાજપર રોડ પ્રમુખ પાર્ક સોસાયટીની સામે 1000 વૃક્ષોના વૃક્ષારોપણ પ્રસંગે ઉપસ્થિક બોટાદ ધારાસભ્ય અને ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ કાર્યક્રમની અંદર અનેક મહાનુભાવો ખાસ હાજરી આપી હતી. 'વૃક્ષો વાવો, વરસાદ લાવો' અને પર્યાવરણના જતન અને રક્ષણ માટે વૃક્ષો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, ત્યારે બોટાદમાં ખાસ કાર્યક્રમ દ્વારા વૃક્ષો વાવી અને એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું અને લોકોને પણ વધારેમાં વધારે વૃક્ષો વાવે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
Last Updated : Jun 6, 2020, 11:31 PM IST