બનાસકાંઠા: અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી - Bhattaji Maharaj
બનાસકાંઠાઃ જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. રવિવારે અન્નકૂટના કારણે બપોરે પણ વિશેષ આરતી કરવામાં આવી હતી. યાત્રીકોને આરતીના દર્શન માટે પ્રવેશ આપવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીને ધરાવેલા અન્નકૂટનાં દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. મંદિરના ભટ્ટજી મહારાજના જણાવ્યાં અનુસાર નવા વર્ષ પહેલા વરસાદ સારો થતો હોવાથી તેમજ દિવાળીના તહેવારોમાં લોકો જેમ અરસ પરસ એકબીજાને મીઠાઈ ખવડાવે છે, તેમ માતાજીને આજે 56 ભોગ ધરવામાં આવ્યો હતો. આજના દિવસે માં અંબાને સોનાના થાળમાં જમાડવામાં આવ્યાં હતા.