અંકલેશ્વરમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો - અંકલેશ્વરમાં ખાબક્યો વરસાદ
ભરૂચઃ ખાબકેલા 4.5 ઇંચ વરસાદના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચ જીલ્લામાં અંતિમ તબક્કામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ એશિયાડ નગર અને કડકીયા કોલેજ નજીક અંકલેશ્વરથી સુરતને જોડાતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.ઘુટણ સમા પાણીમાંથી વાહન ચાલકોએ વાહનો લઇ પસાર થવું પડ્યું હતું.