પાટણમાં પ્રાચીન પરંપરા જાળવી લોકો ગરબે ઝુમ્યા - latest news of patan
પાટણઃ શહેરની લીમ્બચમાતાની પોળમાં ઉજવાતા પ્રાચિન નવરાત્રિ મહોત્સવને દશેરાના દિવસે મહિલાઓએ અર્વાચીન ગરબાનું ગાન કરી સમાપન કર્યું હતુ. અહીં રમાતા પ્રાચિન ગરબાની પરંપરાને રહીશોએ આજે પણ જાળવી રાખી છે. વડવાઓની પરંપરા મુજબ પ્રથમ નોરતે નવદુર્ગા અને બટુકોનું પૂજન કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવે છે. એકમથી નોમ સુધી સોસાયટીના રહીશો જૂની પ્રણાલી મુજબ ગરબાની રંગત જમાવી માની આરાધના કરે છે. દશેરાના દિવસે માતાજીના માનતાના ગરબાઓને મહિલાઓએ મસ્તક પર ધારણ કરી દેશી વાજીંત્રો સાથે અર્વાચીન ગરબાઓનું ગાન કર્યું હતુ. મોડી રાત્રે શુભમુહર્તમા ગરબાઓને માતાજીનાં મંદિરે વળાવી નવરાત્રી મહોત્સવનું સમાપન કર્યું હતુ.