રાજકોટના બેટી ગામના પુલ નીચેથી મળી આવ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ - રાજકોટ પોલીસ
રાજકોટ : જિલ્લાના બેટી ગામ નજીકના નદીના પુલ નીચેથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. અજાણ્યાં પુરુષનો મૃતદેહ નદીમાં હોવાના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. બીજીતરફ મૃતક કોણ છે અને તેને આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે, તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.