જૂનાગઢના વેલિંગ્ડન ડેમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો - જૂનાગઢ
જૂનાગઢઃ શહેરનો વેલિંગ્ડન ડેમ ફરી એક વખત આત્મહત્યાનું સ્થળ બન્યો હતો. અજાણ્યા યુવકે ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા મૃતકના મૃતદેહનો કબ્જો કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતા તરવૈયાઓએ ડેમમાં આત્મહત્યા કરનાર યુવાનનો મૃતદેહને બહાર કાઢ્યો હતો. જે બાદ મૃતદેહ પોલીસ સોંપવામાં આવ્યો હતો. મૃતક યુવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.