Open Jail In Saundalakhara: ઓલપાડ તાલુકાના સૌંદલાખારા ખાતે બનશે ઓપન જેલ - મામલતદારના અધિકારી
🎬 Watch Now: Feature Video
સુરતમાં લાજપોર જેલના મોટાભાગના કેદીઓમાં સુરતમાં પાકા કામના કેદીઓ માટે ઓપન જેલ બનાવવા (Open Jail In Saundalakhara) તંત્રે કમર કસી છે. ઓપન જેલ માટે ઓલપાડ વિસ્તારની જમીન પર પસંદગી ઊતારવામાં આવી છે.ત્યારે આજે ઓલપાડ તાલુકાના સૌંદલા ખારા ગામની બ્લોક નો-579 પૈકી 1 અને 522 વાળી 50 હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી શરૂ કરી છે. સુરત લાજપોર જેલના જેલ સુપ્રિટેન્ડન્ટ મનોજ નીનામાએ સ્થળ મુલાકાત લીધી હતી, અને સાથે અધિકારીઓની સૂચના બાદ ઓલપાડ મામલતદારના અધિકારીઓ (Mamlatdars officers) સર્વેની કામગીરીમા જોતરાયા છે.