ગુજરાત

gujarat

ETV Bharat / videos

માણાવદરમાં નિર્માણ પામી રહેલા નવા રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તપાસની માંગ - Letter to the Chief Minister regarding the bad road

By

Published : Oct 13, 2020, 8:53 PM IST

જૂનાગઢઃ જિલ્લાના માણાવદરમાં નિર્માણ પામતા દરેક રસ્તા એક-બે વર્ષમાં બિસ્માર થઇ જાય છે. ત્યાર પછી નવા રસ્તા બનાવવા પ્રજાના પૈસાનુ આંધણ કરાય છે. હાલ માણાવદરમાં 9 કરોડના ખર્ચે નવા રસ્તા બનાવવાનું કામ શરૂ થયું છે, તેમાં નબળી કામગીરી દેખાઈ આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ભાવિન રોઠોડે મુખ્યપ્રધાન, સાંસદ સભ્ય રમેશ ધડુક તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, માણાવદરમાં જે રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એજન્સી દ્વારા નબળી કામગીરી કરાઇ રહી છે, અને આ રસ્તા એક વર્ષ પણ નહી ટકે તેમા નબળી રેતી, ડટ પાવડર નાખવામાં આવી રહ્યો છે, જેના કારણે મજબૂતાઈ રહેતી નથી. કોઇ પ્રકારનું રોલીંગ કે ધૂમસ મારવામાં આવતું નથી, પી.સી.સી.નું કામ થયું છે, તેમાં પથરા ઊડી રહ્યા છે. જેથી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details