વડોદરામાં ઈજાગ્રસ્ત ઘુવડનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપાયું - વડોદરામાં ઘુવડનું રેસ્ક્યુ
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં ગત ઘણાં વર્ષોથી કાર્યરત 'જય હ્યુમેનિટી એન્ડ એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન'ના કાર્યકરો દ્વારા બુધવારે માંજલપુર વિસ્તારમાંથી એક પતંગના દોરાથી ઘવાયેલા ઘુવડને રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યું છે. આ રેસ્ક્યુ કરાયેલું ઘુવડ વન્યજીવ શિડ્યુઅલ 4માં આવતું બાણ પ્રજાતિનું ઘુવડ છે. જેને પાંખના ભાગે ઈજા થતાં વનવિભાગને સોંપવામાં આવ્યું છે. જયાં તેની સારવાર કરીને તેને છોડી મુકવામાં આવશે.