વડોદરા દુષ્કર્મ કેસ: બન્ને આરોપીઓની ઓળખ પરેડ કરાઇ - Misdemeanor with Novelty
વડોદરા: વડોદરામાં થયેલ દુષ્કર્મ મામલે બન્ને આરોપીઓને મેજિસ્ટ્રેટ સામે ઓળખ પરેડ કરવામાં આવી હતી. પીડિતા મેજિસ્ટ્રેટની સામે બન્ને દુષ્કર્મના આરોપીઓ ઓળખ પરેડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બન્ને નરાધમોનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ દુષ્કર્મ મામલામાં પોલીસ દ્વારા બન્ને આરોપીઓનું શહેરની SSG હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ કરવામાં આવ્યુ હતું.