વઢવાણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનો યોજાયો સન્માન સમારોહ - Winning candidates
સુરેન્દ્રનગર: વઢવાણના આનંદભુવનમાં ચુંવાળીયા કોળી સમાજના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને કોરોના વેક્સિન રસીકરણ કેમ્પનું આયોજન પણ સમાજના આગેવાનોએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, આગેવાન ડો. પ્રકાશ કોરડીયા સહિત કોળી સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.