Raja Ravi Varma Famous Paintings સાડી પર બનાવીને પ્રદર્શન યોજવામાં આવ્યું - radhika raje gaekwad
વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના ( lakshmi vilas palace ) આઇકોનિક દરબાર હોલમાં પેઇન્ટિંગ્સ પ્રદર્શન યોજાયું હતું. જોકે આ પ્રદર્શન ખૂબ ખાસ હતું કારણ કે હાથથી વણાયેલી ખાદીની સાડીઓ પર સુપ્રસિદ્ધ ચિત્રકાર પર રાજા રવિ વર્માના ફેમસ પેઇન્ટિંગ્સ ( Raja Ravi Varma Famous Paintings ) બનાવીને તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અભેરાજ બલદોટા ફાઉન્ડેશન દ્વારા આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની 40 મહિલાઓ જે અગાઉ શાકભાજી વેચીને અને અન્ય ખેત કામો કરતા હતા. તેમને વણાટ કામની તાલીમ આપવામાં આવી હતી. જેથી તેઓ વણાટકામ શીખીને અગાઉ કરતા સારી આજીવિકા મેળવી રહ્યાં છે. તેમણે જમદાની વણાટ માટે કુદરતી રીતે રંગાયેલા રંગોનો ઉપયોગ કરીને હાથથી કાંતેલી ખાદીમાં વણાયેલી 34 સાડીઓમાં આઇકોનિક કલાકાર ( Raja Ravi Varma Paintings) રાજા રવિ વર્માના 34 પેઇન્ટિંગ ફરી બનાવ્યા છે જેનું પ્રદર્શન દરબાર હોલ ( lakshmi vilas palace ) ખાતે યોજવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દરબાર હોલમાં 130 વર્ષ પહેલાં રાજા રવિ વર્માના (Raja Ravi Varma ) ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ત્યાં જ ફરીથી મહિલા વણાટકારોએ બનાવેલી સાડીઓ પર રાજા રવિ વર્માના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.