મોડાસામાં રોજગાર મેળો યોજાયો - ITI મોડાસા દ્વારા રોજગાર મેળો
અરવલ્લીઃ જિલ્લાના રોજગાર વાચ્છું ઉમેદવારોને તેમની લાયકાત અને વયમર્યાદા મુજબ રોજગારીની તકો પૂરી પાડવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ITI મોડાસા દ્વારા રોજગાર અને એપ્રેન્ટીસ શિપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર ભરતીમેળામાં ત્રીસ જેટલા નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર , જિલ્લા રોજગાર કચેરી અધિકારી તેમજ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.