દાહોદ: મનરેગાનો ટેકનીકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો - Dahod latest news
દાહોદ: ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ફરજ બજાવતા અને લીમખેડા તાલુકાના પીપળી ફળિયામાં રહેતા હર્ષદ રમેશભાઈ ગારી દ્વારા ખેડૂતને તેના બે સર્વે નંબરમાં ચેકડેમ બનાવવા માટેના વર્ક ઓર્ડર બનાવી આપવા માટે નાણાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ પૈસા જાગૃત નાગરિક આપવા માંગતા ન હોય આ બાબતે જાગૃત નાગરિકે દાહોદ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ જાગૃત નાગરિક દ્વારા દાહોદ ભગીની સમાજ પાસે જાહેર માર્ગ પર બોલાવ્યો હતો. જ્યાં દાહોદ એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલા તથા તેમની ટીમે આગોતરૂ આયોજન કરી સુસજ્જ ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન હર્ષદ રમેશભાઈ ગારી જાગૃત નાગરિક પાસે લાંચના પૈસા 6000 લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો. એસીબી પોલીસે આ મનરેગા કર્મચારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો દોર શરૂ કર્યો હતો.