દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી પીધેલ હાલતમાં ચૂંટણી કર્મી ઝડપાયો - undefined
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી પીધેલ હાલતમાં ચૂંટણી કર્મી ઝડપાયો છે. ધતુરિયા ગ્રામ પંચાયતની ચૂંટણી ફરજમાં મતદાન કેન્દ્ર પર રોકાયેલ પ્રીસાઈડિંગ ઓફિસર પીધેલ હાલતમાં ઝડપાયો છે. પ્રીસાઈડિંગ ઓફિસર ચૂંટણી ફરજ દરમ્યાન મતદાન કેન્દ્ર પરથી નશામાં ધૂત જોવા મળ્યો અને તેને પોલીસને સોંપવામાં આવ્યો છે. ગ્રામજનોએ હોબાળો કરતા કલ્યાણપુર પોલીસએ કર્મચારીની કરી ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.