જામનગરમાં પગલુંછણિયાની ચોરી કરતી વૃદ્ધ મહિલા CCTVમાં કેદ
જામનગરમાં લીમડા લાઈનમાં આણંદા બાવા આશ્રમની બાજુમાં આવેલી એક ઓફિસમાં દિન દહાડે વૃદ્ધ પગલુંછણીયાની ચોરી કરતી CCTV માં કેદ થઈ છે. જો કે બાદમાં ઓફિસના માલિકે વૃદ્ધાને ઘરે જઈ પગ લુછણિયા વિશે પૂછતાં મહિલાએ કહ્યું કે ત્યાં કોઈ હતું નહીં એટલે ઘરે લઈ આવી. મહિલા વૃદ્ધ હોવાથી ઓફિસના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. મહિલાએ માલિકને પગલુછણિયુ પરત આપી દીધું છે