વલસાડ: પારડીમાં કોરોનાથી ગભરાયેલા વૃદ્ધે કરી આત્મહત્યા - pardi police
વલસાડ : પારડી નગરમાં ભીલાડ વાળા બેન્ક પાછળ રહેતા 61 વર્ષીય રજનીકાંત પરમાર પાર્થ રેસિડેન્સીમાં રહે છે, જે ઘણા લાંબા સમયથી સુગર એન પેસનની આ બીમારીથી પીડિત છે. તાજેતરમાં જ તેમની તબિયત બગડતા તેમને કોરોનાની સંબંધિત સ્વેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પેન્ડિગ હતો, પરંતુ તેમના સિટી સ્કેન રિપોર્ટમાં કોરોનાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જે કારણે રજનીકાંતે બીમારીના ડરને કારણે તેમના જૂના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘણો સમય થવા છતાં રજનીકાંતભાઈ ઘરે ન પહોંચતા તપાસ કરતાં તેમને જૂના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. જેમાં પોલીસને સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં કોરોનાના ભયના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.